વિસામો
વિસામો
વૃક્ષ કાપી ઘર બનાવ્યું,
માળો તોડી માળો બનાવ્યો,
રે મનવા ફસાયો તું ક્યાં.
વૃક્ષ પર યંત્ર ફેરવ્યું,
ધરા સંતુલન ખોરવ્યું.
રે મનવા ફસાયો તું ક્યાં.
જંગલ ઉજાડી ગામ વસાવ્યાં,
સુવિધા નામે ઋતુચક્ર ખોરવ્યાં,
રે મનવા ફસાયો તું ક્યાં.
પ્રકૃતિનાં ખોળામાં સાતા મેળવતો,
અગનજાળમાં દાઝતો,
રે મનવા ફસાયો તું ક્યાં.
દેહ શણગારમાં રાચતો તું,
ધરાનાં શણગાર છીનવતો તું,
રે મનવા ફસાયો તું ક્યાં.
એકાધિકારમાં, એકલતામાં રહેતો,
અનેકાધિકાર, બહુહિતાય વિખતો,
રે મનવા ફસાયો તું ક્યાં.
