STORYMIRROR

Khushbu Thakkar

Tragedy

4  

Khushbu Thakkar

Tragedy

એ વાતથી હું અજાણ હતી

એ વાતથી હું અજાણ હતી

1 min
317

સંબંધોનો હાથ, એક દિવસ છૂટી જશે

એ જાણ હતી, પણ,

આમ સાવ પારકા બની જશે,

તે વાતથી હું અજાણ હતી.


વિશ્વાસની દોરીને બાંધતા જોડેલી ગાંઠો,

આપણને ખૂંચશે, એ જાણ હતી,

પણ રોજ આમ ઊંડા ઘાવ દેતી જાશે,

એ વાત થી હું અજાણ હતી.


ઉમર અને સમય દરેક સંબંધની,

માળાના મોતીનો રંગ બદલી નાખે છે,

એ જાણ હતી, પણ આમ એકએક

કરી મોતીઓ વિખરાતા જાશે!

એ વાતથી હું અજાણ હતી.


એકલતાના અંધારામાં યાદોનો પ્રકાશ ફેલાશે,

એ જાણ હતી,પણ આમ પ્રકાશની કિરણો

આંખોને મુંજી મનમાં અંધારું કરી જાશે,

એ વાતથી હું અજાણ હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy