STORYMIRROR

Khushbu Thakkar

Others

4  

Khushbu Thakkar

Others

કેવી લાગે છે જિંદગી ?

કેવી લાગે છે જિંદગી ?

1 min
246

થોડી સંપત્તિના એ દસ્તાવેજો

થોડી ચમકતી ધાતુઓના એ ઘરેણાંઓ

જમા કરી કિંમત આંકી,

તો મન એ પૂછ્યું,

કેવી લાગે છે જિંદગી ?


થોડી લાંબી ઝડપથી અંતર કાપતી ગાડીયો,

થોડી દેશદુનિયાનો સમય બતાવતી ઘડિયાળો,

જમા કરી કિંમત આંકી,

તો મન એ પૂછ્યું,

કેવી લાગે છે જિંદગી??


આંખ બંધ કરી જવાબ શોધવાની કોશિશ કરી

તો દેખાણું. થોડી મસ્તીભરી વગર

કોઈ સ્વાર્થની મિત્રોની એ યારી,

થોડી જિંદગીનાં થાક ભુલાવી દેતી

ઘરના બાળકોની એ કિલકારી,


થોડી ઘરે મોડા આવતા વડીલોના આંખોમાં

આપણી ચિંતામાં એ ઇંતેઝારી

થોડી સંબંધોમાં દેખાતી

અઢળક પ્રેમની એ દિલદારી


જમા કરી, પણ કિંમત આંકવાની ભૂલ ના કરી,

કારણ, આંખ ખોલી જવાબ આપ્યો

કેવી લાગે છે જિંદગી ?

આજ તો અસલી લાગે છે જિંદગી.


Rate this content
Log in