એવી હોય છે મમ્મી
એવી હોય છે મમ્મી
જેની આંખોમાંથી સતત વરસે પ્રેમની અમી
એવી હોય છે મમ્મી.
જેનો હાથ માથે ફરતા દૂર થવા માંડે દરેક કમી
એવી હોય છે મમ્મી.
તને આ જગમાં લાવવા જેણે અસહ્ય વેદનાઓ ખમી,
તને જમાડ્યા વગર જે ના હોય એક કોળિયો પણ
ક્યારે હોય જમી, એવી હોય છે મમ્મી.
બાળક બની તારી સાથે એ દરેક રમત રમી,
યુવાનીમાં તારી સખી પણ એ બની,
ભલે તને ના ગમી હોય તારા હિત માટે કરેલી એની રોકટોક.
એણે તો તારા ગુસ્સા ભરી વાતો કરી અવગણી
એવી હોય છે મમ્મી.
તારી તોતળી ભાષા ફક્ત એણે જ જાણી,
ભલે તે કરી હોય એની કેટલી વાતો અનસુણી
એવી હોય છે મમ્મી.
તારી ખુશીમાં હસી
તારા દુઃખમાં ભરાણી એની આંખલડી
જોજે આવા ના દેતો એની આંખ માં ક્યારેય નમી,
એ તો સદા દેશે આશિષ તને,
ભલે તું ભૂલ થી પણ દુભાવે એની લાગણી.
કેમ કે,એવી હોય છે મમ્મી.
