સમયનો પરપોટો
સમયનો પરપોટો
ફુરસદ ન મને મળે, ફુરસદ ન તને મળે;
જીવાતી 'જિંદગી'માં સમય ન જડે મને,
સમયનો પરપોટો ફુટી રહ્યો આજ મારા પર;
લાવને, આત્મરસ વરસાવું આ કાયા પર,
આજે વાઈરસ, તો
કાલે જીવનરસ હશે જ;
આજે લોકડાઉનની સજા;
તો કાલે સ્વતંત્રતાની મજા મળશે જ,
આજે કોરોનાને લીધે ચહેરા પર માસ;
તો કાલે હાથમાં ફરવાના પાસ હશે જ,
આજ જીવનમાં કોરોનાનો અંગારો;
તો માનવ કાલે જીવનમાં ચમકારો થશે જ,
જો સમય મળ્યો છે આજ સેવાનો;
તો સૂધારીએ આપણી સૌની કાલ.
