મને આપને એકવાર થોડી થોડી
મને આપને એકવાર થોડી થોડી
1 min
414
મા મને ભાવે ચોકલેટ ઘણી બધી;
એનો ચસ્કો લાગે, મને મીઠો...મીઠો...
મને આપને એકવાર થોડી...થોડી...
મા નહીં જિદ કરું વારે...વારે...
જાણું છું દાંત સડે વારે-ઘડીએ...
મને આપને એકવાર થોડી...થોડી...
ચોકલેટની જેમ સંબંધો છે મીઠા...મીઠા...
બધાને ખવડાવી કરવા છે વધુ ગળ્યાં...
મને આપને એકવાર થોડી...થોડી...
મા છું હું તારો વા'લો...વા'લો...
તને મનાવવા થાવ હું કાલો...વા'લો...
મને આપને એકવાર થોડી...થોડી.
