પિઝા બર્ગરથી ચેતજો
પિઝા બર્ગરથી ચેતજો
પિઝાબર્ગર ખાઈને ગોળમટોળ થવાય છે,
પિઝાબર્ગર વાળાની નિયત બગડી જાય છે,
બર્ગરપિઝા જોતાં જ મોઢામાં પાણી આવેને,
ફાસ્ટફૂડવાળાને રૂપિયાની રેલમછેલ થાય છે,
મેંદો, ચીઝ ને આલુએ તો ભારે કરી હેલ્થની,
બીમારીનું ઘર બનાવી મનમાં એ હરખાય છે,
ચોરે ચૌટે સ્ટોલ બનાવી આદત પાડી છે સૌને,
હવે ઠેર-ઠેર લોકોની તબિયત લથડતી જાય છે,
જાગો દેશવાસીઓ વિદેશી આહારથી ચેતજો,
તંદુરસ્ત રહેવા હવે દેશી ભોજન અપનાવજો.
