શક્તિસ્તોત્ર શક્તિમાન
શક્તિસ્તોત્ર શક્તિમાન
સીધો સાદો કિશોર જે ભણે જ્ઞાન વિજ્ઞાનનું,
પ્રયોગ કાર્યે મળ્યું વિશેષ દાન શક્તિનું,
શોધ સંકલ્પ આંગળી થામી શક્તિમાન થયો,
થાય સૌ કામ આસાન, જ્યાં હો બળ બુદ્ધિનું,
શક્તિ સૌ કામે લગાડી, દુઃખી દુઃખ દૂર કરે,
યાહોમ કરી ધપવું, જીવનમંત્ર એનો,
રાહ ચીંધી હામનો, સૌને તો ઉપાધિથી તારે,
આગ, પાણી, આભે, બને તારણહાર સૌનો,
અજુબા સૌ અદ્ભૂત દિવ્ય શક્તિથી જગ શોભે,
બાળોનો આરાધ્યા, સ્ફૂરણાં જોમ એથી મળે,
ધ્યેય પામી મંડ્યા રહે, પામશે ફળ મીઠાં એ,
થાવું શક્તિમાન હામે, શીખ આનાથી ફળે,
આંધી તોફાન આવે ઘણાં ના ડગવું જરાયે,
શક્તિસ્તોત્ર થૈ માર્ગદર્શક બનવું જગે.
