માનવ ના સમજતો કદી
માનવ ના સમજતો કદી
માનવ ના સમજતો કદી ખુદને સામાન્ય મેન,
કુદરતે બનાવ્યો જ છે તને બનવા સુપર મેન,
અગણિત શક્તિઓ કણમાં ભરી દેહમાં પૂરી,
હિંમતથી થશે સઘળાં કામ કરજે સુપરમેન,
હિંમત કર આગે બઢ શક્તિનો તું સંચાર કર,
દીન:દુખિયાને મદદ કરી રોશન થા તું સુપરમેન,
ચોરી લૂંટફાટ અટકશે નજર તારી પડશે ત્યાં,
નારીજાતિનું રક્ષણ કરવા બનજે તું સુપરમેન,
યુધ્ધમાં ફસાયા નિસહાયની પોકાર સાંભળી,
દુનિયા તારી રાહ જુએ હિંમત કર સુપરમેન.
