STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

સોહામણી ભાસે

સોહામણી ભાસે

1 min
135

કાળું કાળું ડિંબાગ આકાશ લાગે

એમાં સોનેરી શીતળતા ચાંદ આપે

અંધારી રાત પણ સોહામણી ભાસે...!


નહી કોઈ મનુષ્ય તણાં પગરવનો નાદ

આકાશી તારાઓ સાથે કરીએ સંવાદ

અંધારી રાત પણ સોહામણી ભાસે...!


શિયાળ અને ચામાચીડિયાં નીકળ્યા બહાર

જોવાને ચાંદની રાતની લાગી છે કેવી કતાર

અંધારી રાત પણ સોહામણી ભાસે...!


પર્ણના મર્મર સંગ, ઘુવડનો તીણો નાદ

તમરાં કેરા ઝીણા ઝીણા નાદ સાંભળ

અંધારી રાત પણ સોહામણી ભાસે...!


પક્ષીઓના માળાનો સૂનકાર, ઉંદરનો ચહેલપહેલ

આકાશે શોભતા ટમટમ તારાઓની હારમાળ

અંધારી રાત પણ સોહામણી ભાસે...!


આકાશે ચાંદાની શીતળ ચાંદની

જોવાને જામી દરિયાકાંઠે મેદની

અંધારી રાત પણ સોહામણી ભાસે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational