Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker ' ભાવિ '

Inspirational

3  

Ajay Parker ' ભાવિ '

Inspirational

શ્વાસના વેપારી

શ્વાસના વેપારી

1 min
198


આ શ્વાસના વેપારી !

સઘળું વેચવા નીકળ્યા

શ્વાસ પણ ન છોડ્યા !

પ્રાણવાયુના પરપોટા ફૂટે, જ્યમ ધાણી

કૂણાં ફૂલડાં ય ના છોડ્યા

આ શ્વાસના વેપારી....


જીવનની બધી કતારમાં કાયમ ઊભા રહ્યા,

બસ એક લોહીની કતારમાં ય ના છોડ્યા

મસમોટી ઇમારતો ચણાવી ને કરી રોશની

અમારી આંખોના અજવાળા ય ના છોડ્યા

આ શ્વાસના વેપારી....


ઔષધાલય ઊભરાય, બહાર ટગર ટગર આંખો ચક્કર ખાય

તમે વિશ્વાસે ય ના છોડ્યા....

આ શ્વાસના વેપારી...

મુદ્દત પતી હવે શ્વાસની, જવા દો હવે અહીંથી

હજુ અહીંયા ય રાહ જોવાની ?

આ જીવને તે કેટલી ઉપાધિ !


હમણાં આવશે વારો પછી જીવને નિરાંત...

આ શ્વાસના વેપારી....

હવે છેલ્લો વિસામો થઈ જાય પછી 

આ પૃથ્વી પર પાછા નથી આવવું...

ભઠ્ઠીઓ બધી ઓગળવા માંડી ...

પણ તમે પાછા ના પડ્યા...

આટલા બધા પોટલાં ઉપાધિ તણા 

એક શ્વાસ માટે ?


કમાવા દો એ લોકોને, જેમણે શ્વાસના નામે જીત મેળવી છે.

પ્રજાને ગુમરાહ કરી છે.

હવે આવશે શોગિયા મોઢા કરીને ફરીથી 

પાછા પ્રજાને મૂરખ બનાવવા

આ શ્વાસના વેપારી....


એકવાર પૂછજો પેલા ડોક્ટર્સને,

 કેવી પારાવાર વેદનામાંથી નીચોવાયા છે ?

કેવા વલોવાયા છે !

એમાંની એક પણ લાગણી પેલા શ્વાસના 

વેપારીઓને થઈ હશે !


એમનું મગજ કેવું વિહવળ થઈ ગયું હશે !

એ શું વિચારતા હશે !

ડોક્ટર હોવા છતાં આટલી બધી લાચારી ભોગવી ?

કોના વાંકે ? 

ખૂટેલા શ્વાસ માટે જવાબદાર કોણ ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational