અંધકારમય જીવન
અંધકારમય જીવન
સપનાં તૂટતા વ્યક્તિનું જીવન અંધકારમય થઈ જાય છે
સપનાં સાચવતા વ્યક્તિનું જીવન અજવાસમય થઈ જાય છે,
ઘણા સપનાં જોયા અમે સાથે રહેવાના
એક-બીજાના સુખ-દુઃખની ને જીવનમાં સહેવાના,
અંધારામાં રસ્તો સાચો હોય તો પણ દેખાતો નથી
અજવાળામાં રસ્તો ખોટો હોય તો પણ ચલાતું નથી,
સપનાં તૂટતા વ્યક્તિનું જીવન અંધકારમય થઈ જાય છે
સપનાં સાચવતા વ્યક્તિનું જીવન અજવાસમય થઈ જાય છે.
