ચૂંદડી
ચૂંદડી
આજ આવે મારો સાયબો,
આજ આવે મારો જીવ,
ચૂંદડી ઓઢી તારા પ્રેમની,
ચૂંદડી ઓઢી તારા નામની,
તારા શબ્દે શબ્દે ગૂંથાણી,
તારા સાથે સાથ મીલાણી,
આજે આવે જગતનો તાત,
આજે આવે જગતનો નાથ,
જમવાનું બનાવ્યું છે અદ્ભૂત,
આજે પીવે છે જગતનું અમૃત,
આજે આવે છે મારો પ્રાણનાથ,
આજે આવે છે મારા પ્રેમનો નાથ.
