STORYMIRROR

BHAVNABEN MISTRI

Inspirational Others

4  

BHAVNABEN MISTRI

Inspirational Others

ભારતમાતાના ચરણોમાં

ભારતમાતાના ચરણોમાં

1 min
243

નિત્ય પરોઢે કરીએ વંદન માત અમે,

ભારતમાતાના ચરણોમાં શિર નમે,


વર્તનમાં સેવા ને વાણીમાં ધર્મ રહે,

કર્મોની સુગંધ તો જીવનનો મર્મ કહે,

પ્રેમ અને ભાતૃભાવ ભારતને ગમે,

ભારતમાતાના ચરણોમાં શિર નમે,


જન્મભૂમિની રક્ષા પહેલું કામ હજો,

વીરોના સાહસના જગમાં નામ હજો,

સન્મતિ થકી વિકારોના વમળ શમે,

ભારતમાતાના ચરણોમાં શિર નમે.


રાષ્ટ્રની સફાઈનો લઈએ પ્રણ આજે,

તંદુરસ્તીના નારાથી ધરાનો કણ ગાજે,

સત્ય-અહિંસા સૌના શોણિતમાં રમે,

ભારતમાતાના ચરણોમાં શિર નમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational