મારી કલમ
મારી કલમ
મારી કલમે મને કહ્યું,
તું બોલ અને હું લખું,
હૈયાની વાતો કહેવાઈ જશે,
દર્દ બધા ઠલવાઈ જશે,
હૈયું હળવું ફૂલ થશે,
આંખો ફરી છલકાઈ જશે,
વેદનાઓને વાચા આપીશ,
દુઃખી મનને રાહત આપીશ,
મારી કલમે મને કહ્યું 'ફોરમ',
તું બોલ અને હું લખું.
