શોધવા આવ્યો
શોધવા આવ્યો
1 min
204
કૂવો બુરીને હવે પાણી શોધવા આવ્યો,
લગાવી આગ પછી હોળી રમવા આવ્યો,
સળગાવી કફન પછી લાશ બની આવ્યો,
બુઝાયેલા દીવામાં એ તેલ રેડવા આવ્યો,
સાથ છોડી મઝધારે હવે તરણું બની આવ્યો,
તોડ્યા કિનારા હવે પાળ બાંધવા આવ્યો,
છીનવી સંબંધો પછી પ્રેમ માંગવા આવ્યો,
લાગ્યો આઘાત પછી પારાવાર પસ્તાયો,
ખોપી કટાર શબ્દોની ને દિલાસો લેવા આવ્યો,
રાખનાં ઢગલામાં હવે અસ્થિ ગોતવા આવ્યો,
કરમાયા ફૂલો પછી 'ફોરમ' શોધવા આવ્યો,
પાનખરમાં એ હવે વસંત શોધવા આવ્યો.
