STORYMIRROR

divya jadav

Others

3  

divya jadav

Others

થાકી જવાયું

થાકી જવાયું

1 min
219

વરસી વરસીને હવે થાકી જવાયું

ખરબચ્ કેડીમાં પણ લપસી પડાયું,


કોરી આંખોમાં ક્યાં આંસુ છલકાય છે.

આભનાં છેડા કદી ભેગા ક્યાં થાય છે,

સમય આવ્યે આ સમજી જવાયું.


ભીની સૂકી જિંદગી દોડી ચાલી જાય છે.

ઉગમણી દોટો ભરી હાંફી જવાય છે.

તોયે સૂરજની પહેલા આથમી જવાયું.


ભર્યા ખોબામાં પાણી કેટલું સચવાય છે.

અંતરના અમીરસમાં ઝેર તોયે ઘૂંટાય છે.


ઉદરમાં ઉતારી તોયે જીવી જવાયું.

વરસી વરસીને હવે થાકી જવાયું.

થાકી થાકીને તોયે વરસી પડાયું.


Rate this content
Log in