હિન્દુ બચાવો
હિન્દુ બચાવો
બહારનો ઘોંઘાટ કંઇક એવો સંભળાય છે,
હિન્દુ બચાવોના નારા કાનોમાં પડઘાય છે,
સોશ્યલ મીડિયામાં વાઇરલ ફોટાઓ થાય છે
જાતિવાદની રમખાણોમાં નિર્દોષ હોમાય છે,
મંદિરો બાંધવામાં હિન્દુત્વ ઉભરાતી જાય છે,
પગથિયાં ચડીને પછી ક્યાં શીશ ઝૂકાય છે,
ઝેર પધરાવી મનમાં ખુરશીઓ મજબૂત થાય છે,
આંધળી જનતાને આજે વાત ક્યાં સમજાય છે,
ગીતા રામાયણના પાઠ ઘરમાંથી જ ભૂસાય છે,
લાખોની સપ્તાહોમાં પછી નર્યા પ્રદર્શનો થાય છે,
આવા મેસેજો ખાલી શું હિન્દુઓમાં ફેલાય છે ?,
રમખાણો ફેલાવી પોતાના સ્વાર્થ અહીં સધાય છે,
વસુધૈવ કુટુંમ્બકમની આજે ભાવના ચગદાય છે,
માણસ બનીને જીવવામાં ઈશ્વર બહુ હરખાય છે.
