સમય ને આપી દે તું માત
સમય ને આપી દે તું માત


આ સમય સાથે કરી લે તું મેલ
સમજી લે તું બરાબર એનો ખેલ
બહેતર બની જશે તારી આવતી કાલ
જો સમજી લઈશ સમય ની દરેક ચાલ
ના હાર તું સમયના પ્રહારથી
ધરી દે તું સારા કર્મોની ઢાલ તો તો
એય માનવ ! થઈ જશે,
તારી જિંદગી ન્યાલ
આપી દે સમયને પણ તું માત
તારી સાથે છે જગત નો તાત
પછી શાને એટલો ઉત્પાત ?
આમ પથ્થર પણ પીગળી જશે મીણ સમ
તું ઝરણું બની અવિરત વહેવાની કોશિશ તો કર
શમણાંઓની દુનિયામાં,
ક્યાં સુધી કરીશ ભ્રમણા તું ?
p>
કરી લે જાત પર ભરોસો
સિકંદર બનવાની તું કોશિશ તો કર
ખુદ ને ખોજ તું રોજ રોજ
આમ ખુદા મળી જશે તું શોધ તો કર
ઈશ્વરની સામે ફરિયાદ ના કર
ખોટા આક્ષેપો કરી નસીબને બદનામ ના કર
તારા જ કર્મોનું ફળ છે આ
ઈશ્વરની તું નાહકની સંડોવણી ના કર
ઉભી છે મંઝિલ સામે ચૂમવા તને
અંત સુધી થાક્યા વગર
પામવાની કોશિશ તો કર
કરી લે વિજયપથની તૈયારી
જો સમય સાથે છે તારી યારી
વધી જશે તારી શાન
જો જીવનમાં દરેક સમયને આપીશ તું માન