Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Inspirational

4  

Meenaz Vasaya

Inspirational

વૈભવ મહેલ

વૈભવ મહેલ

1 min
307


મારી પાસે નથી રાજા મહારાજા જેવો વૈભવ મહેલ કે

હિર ચીરના વસ્ત્રો

માટીથી લીપાયેલું મારુ આંગણું ને

આ રૂડો બગીચો

એ જ મારું રજવાડું


અદભુત કામણગારી

પ્રકૃતિના સાનિધ્યમાં

મારો ઓટલો

એટલે જાણે ખુશીઓનો પોટલો


કેવી સોનેરી ઉગે મારી સવાર

સોનેરી સુરજના કિરણો

આવી જગાડે મને


આ કુમળું ઘાસ દે છે મને સાદ

ફૂલોની મહેક સ્ફૂર્તિ લાવે મારા કાજે

આ હવાની લહેરખી આપે

ઉત્સાહનો પ્રસાદ

મને ક્યાં જરૂર છે એ

આ જિમ કે ક્લબ હાઉસની


આ પતંગિયું આવી બેસે મારા ખભા પર

પૂછવા મારા હાલચાલ

આ પોપટ મેનાં ને ચકલી

ગાઈ અદભુત ગીતો

મને ક્યાં જરૂર છે કોઈ કોન્ક્રીટની


આ મારું આંગણું મને મારો વૈભવ મહેલ લાગે

પંખી ઓ નો કલરવ

જાણે સંગીત સમારંભ લાગે

સૂર્ય લાવે રોશની ચાંદ લાવે ચાંદની

આ આકાશનો અદભુત નજારો નીરખ્યા કરું

હું મારી અટારીયે થી

શુ આના કરતા પણ અદભુત હોય શકે નાઈટ પાર્ટી ?


પંખી ઓ મેળો ભરતા

ગાઈ ગીતો હરખથી

જાણે નરસિંહ મહેતાના પ્રભાતિયાં

કોયલ સંગીતના સાત સુર રેલાવે

મારો ઓરડો જાણે પતિત પાવન મંદિર


આ લીમડો ને પીપળો લાવે

શુદ્ધ તાજગી સભર હવા

તો એસીનું મારે શું કામ ?

આ ફૂલો લાવે ખુશ્બુ

મને અત્તરનું શુ કામ ?


નિર્જીવ મહેલ ને ના માનું હું વૈભવ મહેલ

મેં તો હૃદયમાં સજાવ્યો

વૈભવ મહેલ

મેં શણગારયો શબ્દોથી એને

શબ્દો મારા જાણે

અલ્લાઉદીનનો જાદુઈ ચિરાગ


હું હસું તો એ હસે

હું રડું તો એ રડે મારે સાથ

જે રંગમાં  ઢાળું એ રંગમાં ઢળી જઇ

મારી ખુશીઓનો મહેલ

એટલે મારો ઓરડો

એટલે મારો વૈભવ મહેલ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational