આત્મનિર્ભર
આત્મનિર્ભર


આપ મૂઆ વિના સ્વર્ગે જવાય નહીં,
બીજાના અનુભવે આગે ધપાય નહીં,
આપણું કામ આપણે જ કરવાનું છે,
અવરના ભરોસે બેસી રહેવાય નહીં,
આપણી મહેનતને આપણી સફળતા,
બીજાના ખભે રાખી બંદૂક ફોડાય નહીં,
સ્વાવલંબનને આત્મનિર્ભર છે પર્યાય,
એ વિના ભવસાગર પાર ઊતરાય નહીં,
જાત મહેનત ઝિંદાબાદ અનુસરવાનું,
પારકા પગે ચાલી આગળ વધાય નહીં.