STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કોશિશ તો કર

કોશિશ તો કર

1 min
241

આ અંધકારની ફરિયાદ ના કર આ સૂર્ય તારી સામે જ છે

બારી ખોલી એને આવકાર આપવાની કોશિશ તો કર,


આ કાંટાળી કેડીની ફરિયાદ ના કર

તારા પગમાં ધીરજનાં જૂતા પહેરવાની તું કોશિશ તો કર,


આ રૂઠેલા નસીબની ફરિયાદ ના કર

મહેનતથી તું એની સાથે યારી કરવાની કોશિશ તો કર,


મળેલી નિષ્ફળતાની આમ ચર્ચા ના કર

સફળતાનો ઇતિહાસ રચવાની તું કોશિશ તો કર,


આમ ભાગ્ય પર દોષ આપીને બહાના ના ધર તું

વિધાતાનાં લેખમાં પણ મેખ મારવાની કોશિશ તો કર,


નિષ્ફળતાના અંધકારની ફરિયાદ ના કર

આમ પ્રયાસનાં દીપક ને તું પ્રજ્જવલિત કરવાની કોશિશ તો કર,


જીવનમાં આવેલી મુસીબતો અને તકલીફોની ફરિયાદ ના કર

તેમાં રહેલી તકને તું ઓળખવાની કોશિશ તો કર,


દિશાઓ ના ખુલવાની ફરિયાદ ના કર

સામે જ ઊભી છે મંઝિલ તારા કદમો ચૂમવા એ મંઝિલનો હાથ થામવાની કોશિશ તો કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational