Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Inspirational

4.2  

Neha Desai

Inspirational

ઈશ્વર હવે કર્મોનો હિસાબ માંગે છે

ઈશ્વર હવે કર્મોનો હિસાબ માંગે છે

1 min
153


વિશ્વ હવે વ્યથા નહીં સંવેદના માંગે છે

માનવની માનવતાનું અસ્તિત્વ માંગે છે !

વિશ્વ હવે કર્મોનો હિસાબ માંગે છે !


મન હવે લોભ ને લાલચનો ક્ષોભ માંગે છે

જરૂરતમંદોની જરૂરિયાતની ભીખ માંગે છે !

મન હવે કર્મોનો હિસાબ માંગે છે !


પૃથ્વી તેનો રહેવાનો કર માંગે છે

પર્યાવરણનાં નિકંદનનો જવાબ માંગે છે !

સૃષ્ટિ હવે કર્મોનો હિસાબ માંગે છે !


વૃક્ષો હવે કુહાડી નહીં સિંચાઈ માંગે છે

પ્રાણવાયુ બચાવવવાની મદદ માંગે છે !

વૃક્ષો હવે કર્મોનો હિસાબ માંગે છે !


આત્મા હવે પરમાત્માનું મિલન માંગે છે

જીવમાં શિવનો અહેસાસ માંગે છે !

આત્મા હવે કર્મોનો હિસાબ માંગે છે !


ભાઈચારો ને એકતા ઉત્સવ માંગે છે

ઈદ અને દિવાળી “ચાહત” માંગે છે !

સૌમાં રહેલો ઈશ હવે જવાબ માંગે છે !

ઈશ્વર હવે કર્મોનો હિસાબ માંગે છે !


Rate this content
Log in