STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

મારી ભાષા ગુજરાતી

મારી ભાષા ગુજરાતી

1 min
306

સૌથી વ્હાલી મારી ભાષા ગુજરાતી

જેનું હોઠ પર નામ આવતાં ગજ ગજ ફૂલે છાતી

સૌથી વ્હાલી મારી ભાષા ગુજરાતી,


જન્મથી જ બોલતાં કર્યા માતૃભાષાએ કાલુંઘેલું

આજ કેમ લોકોને અંગ્રેજીનું આટલું લાગ્યું ઘેલુંં ?

બાળપણમાં કક્કો ઘૂંટીને તોડી માતૃભાષાની પાટી 

સૌથી વ્હાલી મારી ભાષા ગુજરાતી,


જ્ઞાનથી સદા છલકતીને શબ્દોનો અખૂટ છે ભંડારો

જનની ને ધરાની જેમ માતૃભાષાને હૈયામાં કંડારો

માતૃભાષાનાં જ્ઞાનનાં અમૃતને પીજો તમે વાટીવાટી

સૌથી વ્હાલી મારી ભાષા ગુજરાતી,


ખોટા અનુકરણમાં તમે દોડી ગયાં અંગ્રેજી પાસ

માને મૂકી માશી પાસે જાય તેની જિંદગી છે લાશ

આજે માતૃભાષાને બચાવવાની જરૂર છે તાતી

સૌથી વ્હાલી મારી ભાષા ગુજરાતી,


આજે વટ પાડવા સૌ વાતવાતમાં બોલે છે અંગ્રેજી 

અંગ્રેજીનાં ખોટાં રવાડે જ કરવી પડે છે આજીજી

માતૃભાષા જ આપણને રડાવતી અને મલકાવતી 

સૌથી વ્હાલી મારી ભાષા ગુજરાતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational