STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

મંકોડાભાઈ

મંકોડાભાઈ

1 min
185


મંકોડાભાઈ હાલ્યા અમદાવાદ 

લઈને ઔડી ગાડી 

ચશ્માં પહેર્યા, શૂટ, બૂટ પહેર્યા

હાથમાં પહેરી લકી જાડી

મંકોડાભાઈ હાલ્યા અમદાવાદ 

લઈને ઔડી ગાડી,


સી.જી રોડ પર પીઝા ખાધા

લીધી શૂટને શેરવાની

લાલ દરવાજે બર્ગર ખાધાં 

પીધું ઠંડુ ઠંડુ પાણી

મંકોડીબેનને યાદ કરતાં કરતાં 

લીધી મોંઘી ચાર સાડી

મંકોડાભાઈ હાલ્યા અમદાવાદ 

લઈને ઔડી ગાડી


કાંકરિયા તળાવમાં ખૂબ ફર્યા

પેક કરાવ્યાં ભજિયા

ભજિયા ના લેતા જઈએ તો

મંકોડીબેન કરે કજિયા

અમદાવાદમાં ખૂબ મજા કરી

પહોંચ્યા રે અમરાઈવાડી

મંકોડાભાઈ હાલ્યા અમદાવાદ 

લઈને ઔડી ગાડી.


Rate this content
Log in

Similar gujarati poem from Children