STORYMIRROR

KANAKSINH THAKOR

Children Stories

3  

KANAKSINH THAKOR

Children Stories

હાથીભાઈની જાન હાલી

હાથીભાઈની જાન હાલી

1 min
158

હાથીભાઈની જાન હાલી

જંગલ થયું સાવ ખાલી

ડીજેમાં ગરબા ગાવા સૌ

રમવાં લાગ્યા ત્રણ તાલી,


હાથીભાઈ સૂટ, બૂટ, ટાઈમાં

એકટર જેવાં લાગે

જાનડિયુ સૌ સોપારીનાં

ટકા હાથી પાસે માગે

હાથીભાઈ જમવા બેઠા

લઈને લાપસીની થાળી

હાથીભાઈની જાન હાલી

જંગલ થયું સાવ ખાલી,


રંગેચંગે પરણી ગયાને

ઘેર લાવ્યા હાથણ લાડી

જાનૈયા સૌ કહેવા લાગ્યા

વહુ તો લાગે બહુ જાડી

ભાઈભાઈ મનમાં હરખાતા

આવી હવે સાચી ખુશાલી

હાથીભાઈની જાન હાલી

જંગલ થયું સાવ ખાલી.


Rate this content
Log in