હાથમાં છે તિરંગો
હાથમાં છે તિરંગો
હાથમાં છે તિરંગોને હોઠ પર હિંદ મા ની વાણી
ઓ રે શહીદો તમે દેશ કાજે દીધી મોટી કુરબાની
સત્ય, અહિંસાના તમે
છોને હતા રે પૂજારી
ભારતમાતાની કૂખ તમે
સાચા અર્થમાં ઉજાળી
ઓ રે બાપુ... તમે સાબરમતીના પીધાં રે પાણી
હાથમાં છે તિરંગોને હોઠ પર હિંદ મા ની વાણી
લોખંડી પુરુષ ભારતના
સરદાર કહેવાયા
દેશી રજવાડાઓને
કૂનેહથી એક બનાવ્યાં
ઓ રે સરદાર..... તમારી બુદ્ધિ બહુ રા શાણી
હાથમાં છે તિરંગોને હોઠ પર હિંદ મા ની વાણી
દિલમાં મરવાની તમન્ના
સૌને રે જગાડી
અંગ્રેજોની ઊંઘ પલમાં
તમે રે.. બગાડી
ઓરે ભગત તમારી શૂરવીરતા આખા જગે જાણી
હાથમાં છે તિરંગોને હોઠ પર હિંદ મા ની વાણી
મૂછ પર તાવ અને
મરવાની રે આશા
અંગ્રેજોને સમજાવી
એમની રે ભાષા
ઓ રે આઝાદ તારી બાળપણની નીડરતા લખાણી
હાથમાં છે તિરંગોને હોઠ પર હિંદ મા ની વાણી
નવયુવાનોને હિન્દ
કાજે રે....લીધા
મા ભારતી કાજે
ચરણોમા પ્રાણ દીધા
ઓ રે સુભાષ તારી હિન્દફોજની અમર કહાણી
હાથમાં છે તિરંગોને હોઠ પર હિંદ મા ની વાણી.