અમે ભાઈ નાનેરા બાળ
અમે ભાઈ નાનેરા બાળ
નાનાં, નમણાંને તોફાની
અમે ભાઈ નાનેરા બાળ
રમવા, ફરવા ગયા'તા
અમે ભાઈ તળાવને પાળ,
ભાઈબંધનો પકડી હાથ
અમે સંતાકૂકડી રમતાં
હેત અને હેલીનાં સંગાથે
દન આખો અમે ભમતાં
અમે ગયા'તા હિંચકા
ખાવા વડલાને ડાળ
નાના, નાજુકને તોફાની
અમે ભાઈ નાનેરા બાળ,
કમળની પાંદડીઓ તોડતાં
પોયણાંને જીતેલા ખાતાં
દેડકાંઓની સાથે ડ્રાંઉ ડ્રાંઉ
કરી પાણીમાં અમે ના'તા
મોસ્તીમાં લડતાં, ઝઘડતાં ને
પણ મોઢે ના આવે ગાળ
નાના, નાજુકને તોફાની
અમે ભાઈ નાનેરા બાળ.