STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

લાલ લાલ ગાજરભાઈ

લાલ લાલ ગાજરભાઈ

1 min
189

લાલ લાલ લાલ ગાજરભાઈ

લઈને ચાલ્યા સાઈકલ 

પમ પમ હોર્ન વગાડતાં જાય

લાગે ભાઈ એતો માઈકલ,


વહાલા બાળકો આઘા રેજો 

સાઈકલને લાગે નહીં બ્રેક

સાઈકલ મારી સરરર જાય

તમારાં ટાંટિયા થાશે ક્રેક

સામે મળ્યાં ટામેટાભાઈ

ગાજર કે'તુ મારી હારે ચલ

લાલ લાલ લાલ ગાજરભાઈ 

લઈને ચાલ્યા સાઈકલ,


બંને મિત્રો સાથે ચાલ્યા 

લાલ મજાના બન્નેના વાન 

રસ્તામાં વાતો કરતા જાય 

ગાવા લાગ્યા મીઠા ગાન

ધબાંગ કરતું ગાજર પડ્યું 

સામે હતું મોટું વ્હીઇકલ

લાલ લાલ લાલ ગાજરભાઈ 

લઈને ચાલ્યા સાઈકલ


ગાજરભાઈ તો રડવા લાગ્યા

આંખોમાંથી આંસુ આવ્યાં

ટામેટાએ ધીમેથી ઊભા કર્યા 

જલ્દીથી દાક્તર બોલાવ્યા

સપનામાંથી ગાજર જાગી ગયું

હું તો કેવો ભાઈ રાસ્કલ ?

લાલ લાલ લાલ ગાજરભાઈ 

લઈને ચાલ્યા સાઈકલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children