STORYMIRROR

KANAKSINH THAKOR

Others

4  

KANAKSINH THAKOR

Others

ટૂંકા થયા

ટૂંકા થયા

1 min
380

ટૂંકા થયા પરિવારો, તૂટી ગયા વ્યવહારો 

ટૂંકા થયા સંબંધો, ખોવાયા ભાઈબંધો, 


ટૂંકા થયા બાલ, માથે પડી ગઈ ટાલ 

ટૂંકા થયા મન, સૌ ભટકે છે વનેવન,


ટૂંકા થયાં કપડાં, મા-બાપ થયા બાપડા 

ટૂંકા થયાં વ્યવહારો, બદલાયા વિચારો,


ટૂંકા થયાં પ્રેમ મોતનાં બંધાયા ડેમ 

ટૂંકા થયા રસ્તાઓ અકસ્માતમાં પસ્તાવો,


ટૂંકા થયા ખોરાક, કામનાં થઈ ગયા રાંક 

ટૂંકા થયા હૈયાં, કહ્યું ના કરે એનાં છૈયા,


ટૂંકા થયા વાડા, ગીચતાનાં ફરે પાડા 

ટૂંકા થયા માન, ઠેરઠેર વધ્યા અપમાન,


ટૂંકી થઈ ગઈ ઉંમર, વધી ગયા ઉદર 

ટૂંકી થઈ મહેનત, લાગી ખરાબ લત,


ટૂંકી થઈ લાજ, ભૂખ્યા વરુના આવ્યાં રાજ 

ટૂંકી થઈ લાજ શરમ, ખોવાયો છે ધરમ,


ટૂંકી થઈ બાળકોની સંખ્યા, ઊડી કૂળની રખ્યા,

ટૂંકી થઈ મૂછ, ભાભાઓને ગણે તુચ્છ,


ટૂંકી થઈ લાગણી, વધી ગઈ માંગણી 

ટૂંકી થઈ ગઈ વાતો, જાગે આખી રાતો,


ટૂંકુ થયું ઘેર ખાવાનું, વધ્યું દવાખાને જાવાનું

ટૂંકુ થયું માટલાનું પાણી, બી-12એ કરી ઘાણી,


ટૂંકુ થયું ગામનું અંતર, ભૂલ્યો ગણતર 

ટૂંકુ થયું ખેતર, ધરા રહી ગઈ પડતર.


Rate this content
Log in