STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

હાથીભાઈની જાન હાલી

હાથીભાઈની જાન હાલી

1 min
229

હાથીભાઈની જાન હાલી

જંગલ થયું સાવ ખાલી

ડીજેમાં ગરબા ગવાણાં સૌ

રમવાં લાગ્યા ત્રણ તાલી,


હાથીભાઈ શૂટ, બૂટ, ટાઈમાં

એકટર જેવાં લાગે

જાનડિયુ સૌ સોપારીનાં

ટકા હાથી પાસે માગે

હાથીભાઈ જમવા બેઠા

લઈને લાપસીની થાળી

હાથીભાઈની જાન હાલી

જંગલ થયું સાવ ખાલી,


રંગેચંગે પરણી ગયાને

ઘેર લાવ્યા હાથેણ લાડી

જાનૈયા સૌ કહેવા લાગ્યા

વહુતો લાગે બહુ જાડી

ભાઈભાઈ મનમાં હરખાતા

આવી હવે સાચી ખુશાલી

હાથીભાઈની જાન હાલી

જંગલ થયું સાવ ખાલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children