STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

શિયાળાભાઈ

શિયાળાભાઈ

1 min
255

શિયાળાભાઈ તો આવ્યાં 

ઠંડીબેનને એતો લાવ્યા 

શિયાળાભાઈ તો આવ્યાં 

સ્વેટર, મફલર એ લાવ્યા,


હેતભાઈએ પહેર્યું સ્વેટર 

કાને બાંધ્યું ગરમ મફલર

ઠંડીબેનનું ઝાઝું છે જોર

ઠંડી પડી છે ભાઈ ચારેકોર,


મમ્મીને હેતની લાગે બીક

હેતને ઠંડીથી આવશે છીંક

શરદી તને થઈ જશે નાક

બામ ખિસ્સામાં બેટા રાખ,


હેતને છીંકાછીંક થઈ શરૂ

હેત કહે હવે ઠંડીમાં નૈ ફરું 

હેતને લઈ ગયા ડોક્ટર પાસ 

હેતને ઠંડી ના આવી રાસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children