STORYMIRROR

Mayur Rathod

Inspirational Children

4  

Mayur Rathod

Inspirational Children

દીકરી

દીકરી

1 min
386

છે તું આપણા ઘરનો ચિરાગ તો આમ ક્યાં ગઈ,

ને પાછા તારા હાથના થાપા દીવાલે પાડતી ગઈ,


જોતજોતામાં તું કેમ આટલી બધી મોટી થઈ,

ક્ષણિક સમયમાં જ તું તો નાનેથી મોટી થઈ,


કરતી તું તારું ધાર્યુંને ઘરમાં ચલાવતી મરજી,

ગઈ તું સાસરેને હવે સૌને અરજી કરતી થઈ,


રેવાની તું તો મારા કાજે હંમેશ નાનકી,

પછી ભલેને તું અનુભવે પારકા ઘરની દીકરી થઈ,


પાર ઉતરી તું હરેક કસોટી સાસરિયા વાળાની,

ને પાછી ત્યાં એમની પણ લાડકી બનતી થઈ,


વિદાય લીધી તે મુજ કરતાં થોડી અણધારી,

મને રડતો શાંત કરીને પોતે ખૂણામાં તું રડતી થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational