માની મમતા
માની મમતા
માની મમતા તો અનંત છે,
અખિલ જગમાં ના એનું માપદંડ છે.
સ્વજનોની ખુશીમાં અવિરત હસતું ને ખીલતું,
વિશાળ વ્યાપેલું એ હૃદય છે.
બાળકોના હૈયાને હેતથી નવડાવતા,
ખાલી મકાન રૂડું ઘરમાં ફેરવતા.
ગગન ચુંબી એમના સમર્પણને,
દુઃખોને દળવાનું અતૂટ એમનામાં સામર્થ્ય છે.
સ્વયંની સઘળી ખુશીઓને સમર્પિત કરતા,
દુઃખોથી ભરેલું એનું જીવતર છે.
મુખે સદાયે આનંદ સજાવી રાખી,
પરિવાર કાજ રૂડો કોહિનૂર છે.
કેવી પ્રભુ રચિત આ મૂર્તિ છે !
ખોળે ભાવેશ એને સ્વર્ગ કાંઈ છે !
