STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Inspirational

4  

BHAVESH BAMBHANIYA

Inspirational

ઈશ્વરના ફરિશ્તા

ઈશ્વરના ફરિશ્તા

1 min
241

અધૂરા પંચ તત્વોમાં કંઈક એવું મળી ગયું, 

અપાર આત્મામાં કોઈ ઈશ્વર રૂપ જડી ગયું, 


નથી જાણતો તોએ ખેંચીને કોઈ લઈ જવા આવ્યા, 

ભીતરમાં એવું કંઈક ભરપૂર સરી પડ્યું, 


ફૂલોની મહેકનું નથી કોઈ માપદંડ, 

એના તો કેવળ સ્મરણ છે હારબંધ, 


શ્વાસોના પગરવને પ્રેમથી પિછાણવા, 

ધડકનનુંય તેજ વધી ગયું, 


ધારેલા ધબકારા હર ક્ષણ માપવા, 

આયખું અજાણતા લચી પડ્યું, 


સ્મરણોનો સથવારો કાયમી રહ્યો છે ભાવેશ, 

ઈશ્વરના ફરિસ્તા બનવા લેશ માત્ર શેષ રહી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational