STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

મારી માવડી

મારી માવડી

1 min
264

તનમાં હૃદયનાં તારનો ધબકાર છે મારી માવડી,

પ્રાણો ટકે એ શ્વાસને ભરનાર છે મારી માવડી,


ગમની કરચલીની કઈ તે દેન કે મુખ માહીં સજે ?

અનમોલ મીઠા સ્મિતને ઘડનાર છે મારી માવડી,


મા લાગણીના ધોધનું અણમોલ મોંઘેરું રત્ન છે,

હર હર ક્ષણે એ હેતને સજનાર છે મારી માવડી,


જોજન ભલે ને દૂર રહે તોયે બની ગમની ઢાલ એ,

મમ કોડને શક્ય તો કરનાર છે મારી માવડી,


ક્યારેય ના અર્પી શકું મોંઘા એ ઋણ કેરા મોલને,

ઈશ્વરથી તો અનમોલ એ કિરદાર છે મારી માવડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational