STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

તારી મિત્રતા

તારી મિત્રતા

1 min
258

આપણી આ લાગણીનો પ્રાણ તારી મિત્રતા,

બાળપણનું સાચવેલું વ્હાલ તારી મિત્રતા,


ગામના એ પાદરે તો ખૂબ રખડયાં આપણે,

આંબલી ને પીપળીની યાદ તારી મિત્રતા,


કાનથી ના સંભળાય તો હૃદયથી માણજે,

આ હૃદયમાં સંઘરેલું ગાન તારી મિત્રતા,


ના ભલે હો કૃષ્ણ જેવા આપણે તો શું થયું ?

છે સુદામા સાથ એ આભાસ તારી મિત્રતા,


યાદના આ સ્નેહ સાગરમાં તું કંકર નાંખજે,

ત્યાં હતી એ ભાવનાની ભાત તારી મિત્રતા,


છો ભલે આવી ઘણી રાતો ઉદાસ આંખમાં,

સોણલી આ આંખમાં પ્રભાત તારી મિત્રતા,


ના કદીયે ઓલવાશે દીપ આ મૈત્રી તણો,

તેલ 'હેલી'ને દીવાની વાટ તારી મિત્રતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational