ધન્ય ગુજરાત
ધન્ય ગુજરાત
ન્યુન સમાવી શાન ધપાવી દુનિયામાં ગુંજતું ગુજરાત,
હર માનવને મુખે હેતે મલકતું મારું આ ગવરવંતુ ગુજરાત.
ઇતિહાસોની સાક્ષી બનેલું અગણ્ય ગાથા ભર્યું ગુજરાત,
ગુજરાતીઓથી સદા કાળ રમતું ને ગુંજતું વતન મારું આ ગુજરાત.
બાપુની પૂર્ણ ઊર્મિ ને સરદારની સરવાણી,
કલમ થકી એ નિત નિપજતી માત ગુજરાતી વાણી.
દલપત નર્મદ મેઘાણી ને બે બેલડીઓના હાકા,
ઉઠો જાગો આંચ ન પડે એમ દુષમનોને મારો તમાચા.
વહેતી સરિતા પેઠે બહુ ખૂન ચડાવી ભારત કર્યું આઝાદ,
દુનિયા ભરમાં મોજથી ઝૂમતું મારું આ પ્યારું ગુજરાત.
હિન્દૂ મુસ્લિમ અન્ય જાતિઓમાં સદાય બંધુત્વ ચળકતું,
મુશ્કેલીને ભેદવા કેવળ એ જ બસ થઈ પડતું.
બોલીઓમાં ભિન્નતા ઘણી તોએ મમતા છલકતી વાચા,
ગુજરાતી હર ખંડમાં વહેતી સૌને ગમતી ભાષા.
ગરબા ભવાઈ ને હાસ્ય રસના પીવે હર જગમાં પ્યાલા,
સોમનાથ ગિરનાર નર્મદે વ્હાલા ગવાતી વ્યોમમાં ગાથા.
વિભિન્નતામાંય ભાવેશ એકતા ઘનિષ્ઠ છે શું વર્ણવું તને ગુજરાત,
હર ગુજરાતી નમન કરે છે આજ ધન્ય ધરોહર ગુજરાત.
ધન્ય ધરોહર ગુજરાત ! ધન્ય ધરોહર ગુજરાત !
