શબ્દો નવા રંગ ભરશે
શબ્દો નવા રંગ ભરશે
શબ્દો મારા તને તંગ કરશે,
તોયે જીવનમાં તારા નવા રંગ ભરશે,
તારા હૈયે નવો ઉમંગ ભરશે,
મારા હૈયાની વાતોને રજૂ કરવા પ્રબંધ કરશે,
ઘાવ ભરી હૈયાના મીઠા સંબંધ કરશે,
મહેફિલમાં ગઝલ બની બધાને દંગ કરશે,
શબ્દો મારા આપસમાં સંગ કરશે,
લોકોના જીવનમાં નવો ઉમંગ ભરશે,
જીવન બાગનું ફૂલ બની સુંગંધ ભરશે.
