સફળતાનું શિખર
સફળતાનું શિખર
કર પરિશ્રમ વધ આગળ સફળતા તારી દાસી છે,
ત્યાગ આળસ, રાખ દ્રઢ મનોબળ, તું સાહસિક છે,
છોડ આળસ ન કર વ્યય સમય એક દિ' સફળ છે,
ન કર વિચાર, ઊઠ સંકલ્પ કર ભવિષ્ય ઉજ્વળ છે,
કર ઉદ્યમ શૂન્યથી સર્જન કર, તું ભીડથી અલગ છે,
સતત ચાલ તું સફળતાનું શિખર ચઢ, વિજયી છે.
