STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

3  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

તું નિર્બળ નથી

તું નિર્બળ નથી

1 min
182

ભાગ્ય ભરોસે ના બેસ, કર પુરુષાર્થ, તું નિર્બળ નથી,

સંતાન છે તું સિંહનું હૈયે ધરી લે હામ, તું નિર્બળ નથી,


ના અવતાર આવે કોઈ તને તારવા લેજે જાણી હવે,

છો શક્તિનો સ્ત્રોત અનોખો માન, તું નિર્બળ નથી,


છો ને હોય મુશ્કેલ રાહ, કદમ પાછા કદી ના ભરતો,

થઈ જાજે બસ હવે શક્તિમાન, તું નિર્બળ નથી,


ગરીબ, બિચારો, બાપડો લાચાર બની ના જીવતો, 

પથ્થરમાંથી પાણી કાઢીને બતાવ, તું નિર્બળ નથી,


શક્તિમાન તો કલ્પિત પાત્ર, તું તો છે જીવંત અહીં,

દીન દુખિયાના દુ:ખ દેજે ટાળી આજ, તું નિર્બળ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational