વૃક્ષોના નવગુણ
વૃક્ષોના નવગુણ
સકળ સૃષ્ટિના છે અન્નદાતા,
વૃક્ષો છે આપણાં જીવનદાતા,
જડતાં નહીં એકેય અવગુણ,
વૃક્ષો તો છે ગુણોની ખાણ,
આપે નિરંતર સૃષ્ટિને શુદ્ધ હવા,
અવશોષિત કરતાં દૂષિત હવા,
પશુ પક્ષીનું છે નિવાસસ્થાન,
કદી નહીં કરશો વૃક્ષોનું છેદન,
માનવ સંતાનોને કરતાં પ્રાર્થના,
ના બદલો કોંક્રિટના મકાનોમાં,
આઓ કરીએ સંકલ્પ મળીને,
વાવીએ વૃક્ષ આપણા શુભ દિને.
