કલ્પતરુ
કલ્પતરુ
લાગણીહીન થયો આજનાં યુગનો માનવી,
માનવતા મરી પરવારી છે આ જમાનામાં,
ભાઈચારા કેરી ભાવના ભૂલી બન્યો વેપારી,
પૈસા કેરાં કલ્પતરુનો જે વિકાસ કરતો સદા,
મનાવી રહ્યો ઈશ્વરને ધનદોલત અર્પી,
પુણ્યને તરછોડી પાપનો વધારો કરે પૈસા,
ધનનો અભાવ બનાવે જીવનને હંમેશા દુઃખી,
સાચા સંબંધીનો મોલ તોલ કરાવે આ પૈસા,
માત્ર ધનઉપાર્જનનું લક્ષ્ય રાખતો માનવી,
સમગ્ર પરિવારના પોષણનું સાધન છે આ પૈસા.
