સપ્તરંગી શમણાં
સપ્તરંગી શમણાં
મુજને થાવું છે તરબોળ તુજ વાતોમાં,
રોમરોમમાં ગીત મૂકી તું લાવ અષાઢ,
મસ્ત મોસમમાં વરસે લાગણીનો વરસાદ.
જીવન ન બને ગુલઝાર સતાવે તારી યાદ,
ઝખ્મી થઈ છે આ હૃદયકેરી લાગણી,
ભસ્મ થઈ ગયાં મુજ જીવનકેરાં શમણાં.
હૈયે હામ રાખી વિતે જીવનની પળે પળ,
તોડયે તૂટે ના મળે એવો અજાયબ નાતો,
વાદળસમ રાત વીતી જશે થશે તુજ મિલન.
એકલતા વરસતી એવી જાણે કે ચોમાસું,
સંધ્યા કાળે પ્રગટે જાણે દિવાતણાં આંસુ.
જીવન બનાવે ઉજ્જડ વેરાન તુજ વિયોગ.

