જંતર - મંતર
જંતર - મંતર
સપના કેરો સમંદર છે મુજમાં,
શું કહું કેટલું દર્દ છે હૃદયની અંદર,
જીવનનું સાચું સુખ છે અંતરમનમાં,
હજુ પણ ઉદાસ છે આ હૃદયમન,
ચડતી-પડતી અવારનવાર આવે જીવનમાં,
જિંદગી તો ત્યાં રહી બસ બદલ્યું છે કેલેન્ડર,
રહે સોડમ ફૂલોની જેમ જીવનમાં સદા,
કેમ કરી રહેશે જીવનમાં એ ખુશ્બુ આજીવન,
અડગ મને ઊભા રહેવું વિષમ સંજોગોમાં,
ક્યારે ફૂટશે જીવનમાં આશાની નવી કૂંપળ,
ઈશ્વરની જાદુની છડી દૂર કરે જીવનની પીડા,
ક્યારે મળશે એ છડી જે કરે જંતર મંતર,
પ્રેમ કેરો જાદુ જે છવાયો છે જીવનમાં,
ચૂકી શકે નહિ કોઈ એવું જંતર-મંતર.
