લાગણીની હેલી
લાગણીની હેલી
ઝરમર વરસતો વરસાદ અપાવે તારી યાદ,
લીલુડી આ ધરતી મહેકે સદા તુજ સંગાથ,
મુજને પલાળતો આ અપ્રતિમ બુંદોનો વરસાદ,
પણ ભીંજાવે મુજને તુજ પ્રેમ કેરો વરસાદ,
ખુશનુમાં મોસમનો વરસતો આ પ્રથમ વરસાદ,
આંખ્યુંમાં છલકાતો નિજ તુજ યાદોનો સાગર,
હૈયે હોય લીલોતરી ને મનમાં હોય તુજ યાદ,
વરસતી બુંદોને માણવી હોય તુજ સંગાથ,
સાગરની લહેરો જેમ ઉમટે હૃદયે તારી યાદ,
કાગળની તરતી હોડી ને તું ને હું હોય સંગ,
નીરખીને આ પ્રકૃતિનું અનુપમ અપ્રતિમ રૂપ,
મુજ અંતરમને ખીલી ઊઠે અપ્રતિમ રંગ,
ઘેરાતા વાદળ ને પંખીનો કલરવ, મોરનો ટહુકાર,
તુજ લાગણી કેરી હેલી વરસતી મુજમાં હંમેશ,
વરસાદી બુંદોની ભીની યાદની શું વિસાત હોય ?
એ તો છે અંતરમનની ખુશી કેરો અહેસાસ.

