આંખો ભીંજાય
આંખો ભીંજાય
હાસ્યકેરું જીવન હવે કરમાયું,
રુદન બન્યું હવે સાથી સંગાથી.
જીવન તડકો વેઠી પામી તુજ સાથ,
છતાં વાદળ થઈ તું વરસ્યો નહીં.
જીવનની તૃષ્ણા બની જાણે મૃગજળ,
તારો પ્રેમરસ જીવનમાં છલકાયો નહીં.
જીવનનાં મારા કોરાકટ ચિત્રને રંગીન,
તારાં મેઘધનુષી સપ્તરંગો તે ભર્યા નહીં.
વરસાદના પ્રથમ ટીપાં અપાવે તારી યાદ,
જાણે આંખે વહેતો દરિયો હોય મારી.
તારાં વિચાર કેરાં વમળો ચાલે મનમાં સતત,
જાણે આંખો ભીંજાય તારી યાદમાં મારી.

