વ્હાલનો દરિયો
વ્હાલનો દરિયો
સંસ્કારોનું સિંચન ને અઢળક વ્હાલ,
જૂની રીતે નવીન પેઢીને બતાવ્યા માર્ગ.
પા-પા પગલી ભરતાં ઝાલતાં હાથ,
કરાવતાં દુનિયાકેરો સમસ્ત અનુભવ.
જીવનમાં કરતાં સાચા મૂલ્યોનું સિંચન,
ને વાળતા સદા સાચા રસ્તે નિશ-દિન.
સમજણકેરી શિખામણ આપી હરહંમેશ,
ને લાગણીકેરો ઠપકો આપતાં અમ કાજ.
ભલે આંખો હોય ધૂંધળી કે નિસ્તેજ,
પૌત્રો માટે હૃદયે સદા છલકાતો રહેતો પ્રેમ.
વાર્તા, કથા સંભળાવી આપી પ્રેરણા ને બોધ,
અમ કાજે હાલરડાં ગાઈ આપી મીઠી નીંદર.
વયોવૃદ્ધ થયા પણ સદા અડગ આત્મવિશ્વાસ,
તમ સથવારે રહેતો પરિવાર સદા સુખી સંગાથ.
