STORYMIRROR

Meenaxi Parmar

Inspirational

4  

Meenaxi Parmar

Inspirational

મારે કરવું છે

મારે કરવું છે

1 min
359

કર્મશીલ બની આ સકળ સૃષ્ટિમાં 

ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવું છે.


નાનકડું બીજ માટીમાં મળતાં બનતું

બીજ એવું ઘટાદાર વૃક્ષ મારે બનવું છે.


ફૂલોની જેમ કાંટાની વચ્ચે રહીને પણ

જીવનના સુખ-દુઃખને મારે માણવું છે.


ઈશ્વરની ભક્તિ કેરી ગંગા હૃદયે વસાવી

દેવમય બની જીવનઉદ્ધાર માટે કરવો છે.


આળસની પથારી ત્યજીને આ હાથમાંથી

સરકતાં સમયને સુયોજિત મારે કરવો છે.


જીવનકેરી રાહ પર એક જ લક્ષ્ય રાખી

સિગ્નેચરને ઓટોગ્રાફ મારી બનાવવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational