અંધકારનો દિપક
અંધકારનો દિપક
જીવનનું રાખ એક નિશ્ચિત લક્ષ્ય,
પ્રગટાવ હરહંમેશ આશા કેરો દિપક.
નૂતન વિચાર થકી બનાવ જીવન રંગીન,
સપ્તરંગી શમણાંકેરાં મહેલનું કર નિર્માણ.
સમયનાં વહેણ બદલાય હર હંમેશ,
સુખ-દુઃખ છે બદલાતા જીવનનો ટોટ.
મદિરાસમ લાલ ઊગતું પ્રથમ ઉષાનું કિરણ,
લાવે માનવીના જીવનમાં પરિવર્તન નિત-નવીન.
જીવનમાં ભલે ઉમટે દરિયાતણું તોફાન,
અંધકારમાં પ્રગટાવ સદા આશા કેરો દિપક.
